<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર માંડલમાં સતત વરસાદ બાદ હવે રસ્તા પર ભરાયેલાં પાણી ઓસર્યા :લોકોને રાહત મળી

છેલ્લા બે દિવસથી વ્યાપક જળબંબાકારના કારણે જનજીવન ભારે ખોરવાઈ ગયું હતું,

અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર માંડલમાં સતત વરસાદ બાદ આજે રોડ-રસ્તા પર ભરાયેલાં પાણી ઓસરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા બે દિવસથી વ્યાપક જળબંબાકારના કારણે જનજીવન ભારે ખોરવાઈ ગયું હતું, જેમાં એસ.ટી. બસ સેવાઓ તેમજ ખાનગી પરિવહન સંપૂર્ણપણે ઠપ થઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ખાસ કરીને વિરમગામ અને દસાડાને જોડતા માર્ગો બંધ થઈ જતાં અનેક લોકો ફસાયા હતા, જેને પગલે તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને પૂરની સ્થિતિમાંથી 500 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.

(12:00 AM IST)