તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
સુરતના પાલ ગૌરવ પથ રોડ પર બેલીઝિમો મોલમાં પહેલા માળે આર.કે. થાળી રેસ્ટોરન્ટના કિચનમાં અચાનક આગ ભભૂકી
તપાસ દરમિયાન કિચનમાં યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા ન હોવાનું તેમજ ગેસના બાટલા પણ મળી આવ્યા

સુરતના પાલ ગૌરવ પથ રોડ પર આવેલા બેલીઝિમો મોલમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. મોલના પહેલા માળે આવેલી આર.કે. થાળી રેસ્ટોરન્ટના કિચનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
તપાસ દરમિયાન કિચનમાં યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા ન હોવાનું તેમજ ગેસના બાટલા પણ મળી આવ્યા હતા. આગ અંગે ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે આગ લાગતાં મોટી જાનહાનિ ટળી હતી.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
