News of Tuesday, 7th July 2026
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ યથાવત રહેતા નદીનાળા છલકાઈ ઉઠ્યા
આહવા ખાતે આવેલા પ્રખ્યાત શંકર ધોધમાં વરસાદ બાદ પાણીનો પ્રવાહ વધતા ધોધ સક્રિય બન્યો:આહવાથી સાપુતારા જતાં માર્ગ પર આવેલા અનેક નાના ઝરણાં પણ જીવંત બન્યા

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ યથાવત રહેતા નદીનાળા છલકાઈ ઉઠ્યા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આહવા ખાતે આવેલા પ્રખ્યાત શંકર ધોધમાં વરસાદ બાદ પાણીનો પ્રવાહ વધતા ધોધ સક્રિય બન્યો છે. આહવાથી સાપુતારા જતાં માર્ગ પર આવેલા અનેક નાના ઝરણાં પણ જીવંત બન્યા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
