તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Tuesday, 14th July 2026
વડોદરાના વાઘોડિયામાં ઉમા પાર્ક સોસાયટીમાં અરેરાટી :પત્ની પર ગળાના ભાગે કટરથી હુમલો કરી પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
ઘરકંકાસને કારણે લગભગ 15 વર્ષના લગ્નજીવનનો આ કરુણ અંત બનતાં સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી ઉમા પાર્ક સોસાયટીમાં ઘરકંકાસને કારણે ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, પતિએ પત્ની પર કટરથી ગળાના ભાગે હુમલો કર્યો હતો, જેમાં પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. હુમલા બાદ પતિએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ગંભીર હાલતમાં પત્નીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલુ છે. લગભગ 15 વર્ષના લગ્નજીવનનો આ કરુણ અંત બનતાં સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
