News of Tuesday, 2nd June 2026
CNGના ભાવમાં વધારાને લઈને સુરતના સચિનમાં રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યાં
સચિનથી ભેસ્તાન અને ઉધના જેવા વ્યસ્ત વિસ્તારો સુધીની પરિવહન સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ.

સુરતના સચિનમાં CNGના ભાવમાં વધારાને કારણે રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. રિક્ષાઓ રોકીને હટાવવામાં આવતા મુસાફરો અટવાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોનો વિરોધ નોંધાવ્યો હતો રીક્ષા ભાડામાં રૂપિયા 5 નો વધારો કરવાની માંગ કરી હતી . સચિન ચાર રસ્તા ખાતે હડતાળ શરૂ કરી હતી. CNG ના ભાવ વધતાં, રિક્ષા ચાલકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો રિક્ષાચાલકોની હડતાળને પગલે સચિનથી ભેસ્તાન અને ઉધના જેવા વ્યસ્ત વિસ્તારો સુધીની પરિવહન સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
