તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
સ્ટેમ્પ અને નોંધણી ફી અંગે રૂ.૭,૫૮૯.૯૪ કરોડની આવક
એપ્રિલથી જુલાઈ, ૨૦૨૬ સુધીના ૪ માસમાં ગુજરાત સરકારની તિજોરી છલકાઈ ગઈ

અમદાવાદ તા.૮: એપ્રિલથી જુલાઈ, ૨૦૨૬ સુધીના ૪ માસમાં ગુજરાત સરકારની તિજોરી છલકાઈ ગઈ છે. આ માત્ર ૪ મહિનામાં સરકારની ઞ્લ્વ્, સ્ટેમ્પ ડ્યૂટી સહિતની ભરપૂર આવકો થઈ છે. સરકારની તિજોરીના આ એક્સ રેમાં નબળી બાજુ એ દેખાઈ છે કે સરકારની ભરપૂર આવકો સામે મૂડી આવકની પ્રગતિ સાવ શુલ્ક છે અર્થાત વિકાસ કામો માટેની આવકમાં ગતિ પકડાઈ નથી. જેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.
૨૦૨૬-૨૭ના નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના એટલે કે એપ્રિલથી જુલાઈ ૨૦૨૬ સુધીના સરકારી હિસાબો રાજ્યની નાણાકીય સ્થિતિનું એક અત્યંત રસપ્રદ અને વિરોધાભાસી ચિત્ર સામે આવ્યું છે કેમકે એક તરફ રૂ. ૨.૭૧ લાખ કરોડની વાર્ષિક મહેસૂલી આવકના અંદાજ સામે જુલાઈ સુધીમાં જ રૂ. ૮૪,૨૮૫.૬૩ કરોડ, એટલે કે ૩૧.૦૩ ટકા આવક સરકારી ચોપડે નોંધાઈ ચૂકી છે પરંતુ બીજી તરફ, આખા વર્ષમાં રૂ. ૮૮,૫૧૯ કરોડની મૂડી આવક મેળવવાના અંદાજ સામે ચાર મહિનામાં માત્ર રૂ. ૧,૭૨૪ કરોડ, એટલે કે માત્ર ૧.૯૫ ટકા જ તિજોરીમાં આવ્યા છે અર્થાત્, ગુજરાતની તિજોરીમાં નિયમિત ટેક્સ વસૂલાત મજબૂત દેખાય છે, પણ મૂડી આવકની ગતિ અત્યંત ધીમી છે. જુલાઈ ૨૦૨૬ સુધીમાં કરવેરાની વસૂલાતે રાજ્ય સરકારને સૌથી મોટી આર્થિક રાહત આપી છે.
બીજી બાજુ રિયલ એસ્ટેટ અને જમીન-મિલકત ખરીદ-વેચાણ સાથે સંકળાયેલી સ્ટેમ્પ અને નોંધણી ફીમાંથી વર્ષના રૂ. ૨૧,૦૦૦ કરોડના અંદાજ સામે જુલાઈ સુધીમાં રૂ. ૭,૫૮૯.૯૪ કરોડ એટલે કે ૩૬.૧૪ ટકા આવક પ્રાપ્ત થઈ છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૨,૨૧,૪૭૫.૪૫ કરોડના વાર્ષિક કરવેરા વસૂલવાના લક્ષ્યાંક સામે જુલાઈ સુધીમાં જ રૂ. ૭૦,૬૬૭.૦૨ કરોડ વસૂલ થઈ ચૂક્યા છે. જે વાર્ષિક અંદાજના ૩૧.૯૧ ટકા જેટલા છે. એમાં પણ ચાલુ વર્ષે SGST થકી રૂ. ૮૦,૧૨૭.૧૫ કરોડ મેળવવાનો લક્ષ્યાંક સામે પ્રથમ ચાર મહિનામાં જ રૂ. ૨૯,૬૯૧.૪૬ કરોડ એટલે કે બજેટના ૩૭.૦૬ ટકા રકમ તિજોરીમાં જમા થઈ ગઈ છે. ગયા નાણાકીય વર્ષે જુલાઈ સુધીમાં આ પ્રમાણ ૨૮.૨૩ ટકા જ હતું.
માસ દીઠ કરવેરા વસૂલાત પર નજર કરીએ તો એપ્રિલમાં રૂ. ૧૮,૬૫૫.૧૨ કરોડ, મે મહિનામાં રૂ. ૧૫,૮૯૭.૦૮ કરોડ, જૂનમાં રૂ. ૧૭,૧૫૨.૨૯ કરોડ અને જુલાઈમાં ઉછાળા સાથે રૂ. ૧૮,૯૬૨.૫૩ કરોડની વસૂલાત નોંધાઈ છે. માત્ર જીએસટી જ નહીં, પણ મહેસૂલી આવકના અન્ય તમામ મહત્વનાસ્ત્રોતોમાં પણ નાણાકીય પ્રવાહ સારો રહ્યો છે. જોકે, સરકારની તિજોરીના આ એક્સ રે મુજબ, મહેસૂલી અને કરવેરાની આવકમાં બુલંદ ગતિ સામે મૂડી આવકનો આંકડો ભારે વિરોધાભાસ ઊભો થયો છે.
ખર્ચના વિશ્લેષણમાં પણ બે અલગ-અલગ પાસા સ્પષ્ટ દેખાય છે. નિયમિત વહીવટી ખર્ચાઓ ધરાવતા મહેસૂલી ખર્ચ માટે વર્ષ દરમિયાન રૂ. ૨,૪૬,૦૧૫.૫૯ કરોડની જોગવાઈ સામે જુલાઈ સુધીમાં રૂ. ૬૧,૫૦૭.૧૭ કરોડ ખર્ચાયા છે. આ મહેસૂલી ખર્ચની અંદર કેટલાક એવા અનિવાર્ય ખર્ચાઓ છે જેને સરકાર ઈચ્છે તો પણ અટકાવી કે ઘટાડી શકતી નથી. સૌથી મોટો બોજ વ્યાજ ચૂકવણીનો છે. વર્ષ ૨૦૨૬-૨૭માં જૂના દેવા પર વ્યાજ ચૂકવવા રૂ. ૩૩,૦૧૮.૮૪ કરોડની બજેટ જોગવાઈ છે, જેમાંથી પ્રથમ ચાર મહિનામાં જ રૂ. ૮,૩૩૪.૬૦ કરોડ (૨૫.૨૪ ટકા) માત્ર વ્યાજ ભરવામાં વપરાઈ ગયા છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના પગાર અને વેતન પાછળ રૂ. ૫,૯૧૮.૦૭ કરોડ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન પાછળ રૂ. ૫,૯૩૭.૧૩ કરોડ અને વિવિધ સરકારી યોજનાઓ તથા રાહતોની સબસિડી પાછળ રૂ. ૭,૫૬૪.૯૧ કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. અર્થાત્ વ્યાજ, પગાર, પેન્શન અને સબસિડી- આ ચાર મથાળાં હેઠળ જ ચાર મહિનામાં રૂ. ૨૮ હજાર કરોડથી વધુની રકમ વપરાઈ ચૂકી છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
