<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ઈડર APMC માર્કેટયાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર :ભાજપનો મેન્ડેટ ના મળતા રચી એકતા પેનલ:ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર વિજય

એકતા પેનલ હવે ઈડર માર્કેટયાર્ડની સત્તા સંભાળશે: બળવાખોરો સહિતના ઉમેદવારોની પેનલના વિજયથી રાજકીય માહોલ ગરમાયો.

સાબરકાંઠાના ઈડર APMC માર્કેટયાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ખેડૂત વિભાગમાં ખેડૂત એકતા પેનલનો ભવ્ય વિજય થયો છે. ભાજપના ગઢમાં ભાજપ પ્રેરિત પેનલનો પરાજય થયો છે. ભાજપનો મેન્ડેટ ના મળતા નારાજ ઉમેદવારોએ એકતા પેનલ રચી હતી, ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર એકતા પેનલનો વિજય થયો છે.વેપારી  વિભાગની 4 બેઠકોમાંથી ભાજપ પ્રેરિત પેનલની 3 પર જીત થઇ છે  વેપારી વિભાગની એક બેઠક પર અન્ય ઉમેદવારનો વિજય થયો છે . એકતા પેનલ હવે ઈડર માર્કેટયાર્ડની સત્તા સંભાળશે. ચૂંટણીમાં ત્રણ પેનલ મેદાનમાં ઉતરતા રાજકીય ગરમાવો સર્જાયો છે . બળવાખોરો સહિતના ઉમેદવારોની પેનલના વિજયથી રાજકીય માહોલ ગરમાયો છે .

(5:55 PM IST)