તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
નડિયાદના ધમધમતા કોલેજ રોડ પર આગમાં રેસ્ટોરન્ટ અને 12 ફૂડ સ્ટોલ બળીને ખાખ
રેસ્ટોરન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારને ઝપેટમાં લીધો :કપડાંનો મોટો સ્ટોર તેમજ 12 જેટલા ફૂડ સ્ટોલ બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયા

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદના અતિ ધમધમતા કોલેજ રોડ પર સંકેત ઈન્ડિયા સામે આવેલી એક રેસ્ટોરન્ટમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે આસપાસના વિસ્તારને ઝપેટમાં લઈ લીધો હતો, જેના કારણે કપડાંનો મોટો સ્ટોર તેમજ 12 જેટલા ફૂડ સ્ટોલ બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયા હતા. નડિયાદ ફાયર બ્રિગેડની 7 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
