<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

વડોદરા વોર્ડ 12માં ભાજપના કાર્યકરો સામે રહીશોએ આક્રોશ ઠાલવ્યો :મીટિંગ દરમિયાન ભારે હોબાળો

રહીશોએ વિસ્તારમાં વિકાસ કામો ન થયા હોવાના આક્ષેપો સાથે કાર્યકરોને ઘેર્યા અને ખરી-ખોટી સંભળાવતા કાર્યકરોએ ભાગવું પડ્યું

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન મતદારોના મિજાજનો ઉમેદવારોને કડવો અનુભવ થઇ રહ્યો છે, આ દરમિયાન વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી કૈલાશપાર્ક સોસાયટીમાં ભાજપ દ્વારા ગોઠવાયેલી મીટિંગ દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. વોર્ડ 12માં વોટ માગવા પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામે રહીશો ભડકી ઊઠ્યા હતા. રહીશોએ વિસ્તારમાં વિકાસ કામો ન થયા હોવાના આક્ષેપો સાથે કાર્યકરોને ઘેર્યા અને ખરી-ખોટી સંભળાવી. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ કે કાર્યકરોને પ્રચાર અધવચ્ચે છોડીને સ્થળ પરથી ભાગવું પડ્યું હતું. .

(11:11 AM IST)