<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

અમદાવાદના અખબારનગર વિસ્તારમાં સોસાયટીમાં ફટાકડા ફોડવા મુદ્દે PSI અને સોસાયટીના રહીશો વચ્ચે વિવાદ વકર્યો

કારને થયેલા નુકસાનનો ખર્ચ ચૂકવવાની તૈયારી દર્શાવવા છતાં વિવાદ યથાવત્:પોલીસકર્મી અને તેમના પરિવારજનો પર ધમકી આપવાનો તેમજ અપશબ્દો બોલવાનો આક્ષેપ કર્યો

અમદાવાદના અખબારનગર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ફટાકડા ફોડવા મુદ્દે વિવાદ સર્જાયો છે. રોકેટ ફટાકડાના કારણે ગાંધીનગર રેલવે પોલીસમાં ફરજ બજાવતાં PSI કલ્પના ચુડાસમાની કારને નુકસાન થતાં PSI અને સોસાયટીના રહીશો વચ્ચે વિવાદ વકર્યો હતો. રહીશોના જણાવ્યા અનુસાર, કારને થયેલા નુકસાનનો ખર્ચ ચૂકવવાની તૈયારી દર્શાવવા છતાં વિવાદ યથાવત્ રહ્યો છે. આ મામલે એક મહિલાએ પોલીસકર્મી અને તેમના પરિવારજનો પર ધમકી આપવાનો તેમજ અપશબ્દો બોલવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, મહિલાએ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે સોસાયટીના CCTV ફૂટેજ તપાસીને નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરવામાં આવી છે. હાલ આ મામલે વાડજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે

(1:19 PM IST)