તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Friday, 31st July 2026
ગરુડેશ્વરમાં ધસમસતા પ્રવાહમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ: મુખ્યમંત્રીએ કામગીરીને બિરદાવી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તંત્રની સતર્કતા અને ગ્રામજનોની એકતાને આપત્તિ સમયે ઉત્તમ સંકલન અને જનસહભાગિતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝરીયા ગામે ધસમસતા પાણીના પ્રવાહમાં એક યુવક ફસાઈ જતાં વહીવટી તંત્ર અને સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. સંયુક્ત પ્રયાસોથી યુવકને સલામત રીતે પ્રચંડ પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ સફળ રેસ્ક્યૂ ઓપરેશનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રશંસા કરી હતી. તેમણે તંત્રની સતર્કતા અને ગ્રામજનોની એકતાને આપત્તિ સમયે ઉત્તમ સંકલન અને જનસહભાગિતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું હતું.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
