તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 1st July 2026
ગુજરાતના ૨૦ હજારથી વધુ ટ્રસ્ટોના રિન્યૂઅલ નામંજૂરઃ ITATમાં સામૂહિક સુનાવણી કરાશે
આવકવેરા વિભાગની કડક ચકાસણીથી ચેરિટેબલ સંસ્થાઓ મુશ્કેલીમાં : સેક્શન 12A અને 80G હેઠળ પુનઃ નોંધણીમાં પ્રક્રિયાગત ભૂલો નડયાનો દાવો

અમદાવાદ,તા.૦૧: ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટો તેમજ સેક્શન-૮ કંપનીઓ દ્વારા દાખલ કરાવેલી અપીલો પર અમદાવાદની ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (HTAT) હારા સામુહિક સુનાવણી કરવામાં આવશે. આ સંસ્થાઓની રી-રજિસ્ટ્રેશન માટેની અરજીઓ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કરાવી દેવામાં આવતાં અપીલોનો મોટો ભરાવો થયો છે. ડાઈનાન્સ એક્ટ, ૨૦૨૧માં કરવામાં આવેલા સુધારા મુજબ, જે ટ્રસ્ટો પાસે પહેલાંથી આજીવન રજિસ્ટ્રેશન હતું. તેમણે પણ હવે સેક્શન 12AB અને 80G હેઠળ નવેસરથી મંજૂરી મેળવવી કરજિયાત બની છે.
હવે આ રજિસ્ટ્રેશન ચોક્કસ સમયગાળા માટે જ માન્ય રાખવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે પાંચ વર્ષની વેલિડિટી હોય છે, જ્યારે ૫ કરોડ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવતાં ટ્રસ્ટો માટે ને ૧૦ વર્ષ સુધી માન્ય રહે છે. નિયમોનું પાલન ન થવા. દસ્તાવેજોની ખામી અને ઓનલાઈન નોટિસના જવાબો સમયસર ન આપવાને કારણે આ વર્ષે વિભાગ દ્વારા હજારો રિન્યુઅલ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે.ગુજરાતમાં અંદાજે ૩.૫ લાખ ટ્રસ્ટ છે અને લગભગ ૨૦,૦૦૦ ટ્રસ્ટ પુનઃ નોંધણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. ITATની ભલ્ક સુનાવણીઓ પર પક્રિયાગત ભૂલો, એકપક્ષીય આદેશો અને નવીકરણ વિવાદોમાં સુનાવણીના અધિકારને કેવી રીતે સંબોધવામાં આવે છે તેના પર નજીકથી નજર રાખવામાં આવશે તેવી અપેક્ષા છે.
ટ્રસ્ટો પાસે ટેક્સ ટીમ હોતી
નથી તેના કારણે જવાબ આપવામાં મુશ્કેલી
ટ્રસ્ટના આવકવેરા મામલાના નિષ્ણાતોના મતે ઘણા ટ્રસ્ટોએ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ વચ્ચે રિન્યુઅલ માટે અરજી કરી હતી. ૨૦૨૧ના સુધારા પછી શરૂઆતમાં માત્ર જૂના પ્રમાણપત્રોના આધારે રજિસ્ટ્રેશન રિન્યુ કરી દેવાયા હતાં. પરંતુ વર્તમાન સાયકલમાં તપાસ ખૂબ કડક બની છે. સત્તાધિકારીઓ હવે ટ્રસ્ટની પ્રવૃત્તિઓ, તેના ઉદ્દેશો. નાણાકીય પત્રકો અને સહાયક દસ્તાવેજો પર વિગતવાર સ્પષ્ટતા માંગી રહ્યા છે. જ્યારે જવાબો મોડા, અધુરા અથવા નડકી કરેલા ઉદ્દેશો સાથે સુસંગત ન હોય ત્યારે અરજીઓ સીધી નકારી દેવામાં આવે છે. મોટાભાગની અસ્વીકૃતિઓ કોઈ ખાનગી લાભના આક્ષેપોને કારણે નહીં, પરંતુ પ્રક્રિયાગત ભૂલો જેવી કે ડેડલાઇન યુકી જવી, પોર્ટલ પરના સંદેશા ન વાયવા અને દસ્તાવેજો યોગ્ય ક્રમમાં ન હોવાને કારણે થઈ છે. આ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે, નાના અને પાયાના સ્તરે કામ કરતા સ્ટો પાસે કોઈ સમર્પિત ટેક્સ ટીમ હોતી નથી, જેના કારણે તેમને પોર્ટલ આધારિત નિયમોનું પાલન કરવામાં, ઇમેલ નોટિસ ટ્રેક કરવામાં અને ટૂંકી મુદતમાં જવાબો આપવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
12A/8OG સ્ટેટસ ગુમાવવાથી ટ્રસ્ટોને મળતું.
દાન તાત્કાલિક બંધ થઈ શકે
કેટલાક ટ્રસ્ટોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, સક્રિય ન હોય તેવા ઇમેલ આઈડી પર નોટિસ મોકલીને, માત્ર એક જ નોટિસ આપ્યા બાદ તેમનો પક્ષ સાંભળ્યા વિના એકપક્ષીય ઓર્ડર પાસ કરીને અરજીઓ રદ કરી દેવાઈ છે. પ્રોફેશનલ્સે ચેતવણી આપી છે કે, ૧૨૧/૮૦૮ સ્ટેટસ ગુમાવવાથી ટ્રસ્ટોને મળતું દાન તાત્કાલિક બંધ થઈ શકે છે અને રોજિદી ચેરિટી પ્રવૃત્તિઓ ખોરવાઈ શકે છે. પક્ષ રજૂ કરવાની યોગ્ય તક આવ્યા વિના પસાર કરાયેલા આવા આદેશો ન્યાયી નિયમનના સિદ્ધાંતની વિરુદ્ધ છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
