<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર :અમદાવાદ જિલ્લામાંથી રેડ અલર્ટ હટાવી લેવાયું

રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે જાહેર કરેલી આગાહી અનુસાર, અમદાવાદ માટે હવે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું

અમદાવાદ : છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદની આફત વેઠી રહેલા અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના નાઉકાસ્ટ બુલેટીન મુજબ અમદાવાદ જિલ્લામાંથી રેડ અલર્ટ હટાવી લેવામાં આવ્યું છે. 

 હવામાન વિભાગે રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે જાહેર કરેલી આગાહી અનુસાર, અમદાવાદ માટે હવે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ અલર્ટ હેઠળ પણ શહેરમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા તો દર્શાવવામાં આવી જ છે. પરંતુ રેડ અલર્ટ હટતાં તંત્ર અને નાગરિકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે.

(11:55 PM IST)