<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ભારે વરસાદને પગલે જીપીએસસી દ્વારા ૩૪ પરીક્ષાઓ મોકુફ રાખતા રાહત

ર૬ મીએ લેવાનારી વર્ગ-૧ અને વર્ગ ર ની પ્રિલીમ પરીક્ષા મોકુફ

 

અમદાવાદ, તા., રપઃ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદે અનેક વિસ્‍તારોમાં તારાજી સર્જી છે. હાલ વરસાદી માહોલ છે ત્‍યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વાાર તા. ર૬ જુલાઇએ વર્ગ-૧ અને વર્ગ-રની વિવિધ જગ્‍યાની પ્રિલીમ પરીક્ષા મોકુફ કરી છે. વરસાદી માહોલમાં આ પરીક્ષાના ૪૮૬ર૦ ઉમેદવારો માટે રાહતના સમાચાર છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. ર૬ જુલાઇએ વિવિધ વિભાગ કચેરીની વર્ગ-૧ અને વર્ગ-રની જુદી જુદી ૩૪ પરીક્ષાઓ ગોઠવવામાં આવી હતી.

જેમાં વર્ગ-ર માં પશુ ચિકિત્‍સા અધિકારી, નર્સીંગ ઓફીસર, નર્સીંગ સુપ્રિટેન્‍ડન્‍ટ, મદદનીશ ઇજનેરી યાંત્રિક અને સિવિલ, ગ્રેજયુએટ એન્‍જીનીયર ટ્રઇની, ઔષધ નીરીક્ષક, એસ્‍ટેટ અધિકારી, સલામતી અધિકારી સહિતની જગ્‍યાની પ્રિલીમ પરીક્ષા છે. વર્ગ-૧માં નાયબ બાગાયત નિયામક, જનરલ મેનેજર તથા ડેપ્‍યુટી જનરલ મેનેજર, ગુજરાત નર્સીંગ સેવા પ્રિન્‍સીપલ, ઇન્‍ડસ્‍ટ્રી  સલામતી સ્‍વાસ્‍થ્‍ય નાયબ નિયામક, સંયુકત ખેતી નિયામક, શિક્ષણ સેવા સહિતની જગ્‍યાઓની પ્રિલીમ પરીક્ષા છે.

પરંતુ ભારે વરસાદને લીધે અનેક રસ્‍તાઓ બંધ થવા તેમજ વાહન વ્‍યવહાર ખોરવાતા પરીક્ષાઓ મોકુફ રખાઇ છે. નવી તારીખ હવે જાહેર થશે.

(1:31 PM IST)