News of Monday, 2nd November 2026
SIR અંગે જનજાગૃતિ સંદર્ભે વિશિષ્ટ નાગરિકો સાથે સંપર્ક અને સંવાદ કરતા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા
અમદાવાદ ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્રની ઉદ્યોગસાહસિક મહિલાઓ તેમજ ગુજરાતી ફિલ્મ કલાકારો, રેડિયો જોકી અને ગાયકો સાથે સંવાદ યોજ્યો

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, દેશની સંવૈધાનિક સંસ્થાઓ અને દેશની મતદારયાદીના શુદ્ધિકરણ અને પ્રત્યેક નાગરિકને મતાધિકારની સુનિશ્ચિતતા માટે અંત્યંત મહત્વપૂર્ણ SIR પ્રક્રિયા સંદર્ભે બેબુનિયાદ આરોપો કરી અશાંતિ અને અરાજકતાના સહારે દેશના મજબૂત લોકતંત્રને નબળું પાડવાની કોશિશ કરી રેહલા વિપક્ષના કુપ્રયાસ સામે તથ્યો સાથે ઉજાગર કરવા ભાજપાના ‘ લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત વિશિષ્ટ નાગરિકો સાથે સંપર્ક અને સંવાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. SIR અંગે વિપક્ષ દ્વારા ફેલાવાઇ રહેલી પ્રવર્તમાન ગેરસમજણો દૂર થાય અને ચૂંટણી પંચની પારદર્શી પ્રક્રિયા અંગે સાચી માહિતી સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત સ્થિત રાગ કેફે ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્રની ઉદ્યોગસાહસિક મહિલાઓ તથા બોડકદેવના મોકા કેફે ખાતે ગુજરાતી ફિલ્મ કલાકારો, રેડિયો જોકી અને ગાયકો સાથે મુલાકાત કરી સંવાદ યોજ્યો હતો. બંને સંવાદ દરમિયાન SIR પ્રક્રિયાના હેતુ, મતદાર યાદીની શુદ્ધતા અને ચોકસાઈ જાળવવાની આવશ્યકતા તેમજ લોકશાહીમાં દરેક પાત્ર નાગરિકના મતાધિકારનું મહત્વ જેવા વિષયો પર વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. સંવાદમાં ઉપસ્થિત સૌ એ ભારતની મજબૂત લોકતાંત્રિક વ્યવસ્થા પ્રત્યે અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
