તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
ખેડાના સરદારપુરા અને ચીતલાવ ગામને જોડતા રાણીયા કોતર પરનો બ્રિજ તુટવા બાબતે સ્પષ્ટતા
આ બ્રિજ અંદાજીત ૬૦ વર્ષ જૂનો હોય સાવચેતીના ભાગરૂપે ભારે વાહન યાતાયાત માટે બંધ કરવામાં હતો

ગાંધીનગર : આજે તા-૧૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રાણીયા ગામમાં રાણીયા કોતરમાં સાં.૧૫,૭૩૦ ફૂટ પર આવેલ વી.આર.બીમાં માટીનું સેટલમેન્ટ થવાની સવારે ૯ વાગ્યાની આસપાસ શરૂઆત થયેલ હતી. જે ક્રમશ: સેટલમેન્ટ થવાથી પીયર ગર્ડર સહિત બ્રિજ કોતરમાં બેસી ગયો હતો.
ઉપરાંત, આ બ્રિજ પરનો માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) હસ્તકનો રોડ સરદારપુરા ટુ ચીતલાવ ગામ સીમ વિસ્તારને જોડે છે. આ બ્રિજમાં નુકશાન થવાથી કોઈ જાનહાની થઇ નથી.
આ બ્રિજ અંદાજીત ૬૦ વર્ષ જૂનો હોય સાવચેતીના ભાગરૂપે ભારે વાહન યાતાયાત માટે બંધ કરવામાં હતો.
વધુમાં બ્રિજની ઉપરવાસમાં ૧.૪ કીમી નજીક આવેલ નેસ-રાણીયા ગામને જોડતો માર્ગ અને મકાન વિભાગનો નવીન બ્રિજ પરથી તથા સદર બ્રિજથી ૨.૫ કીમી નજીક આવેલ મંજીપુરા ટુ ભગવાનજીના મુવાડા ગામને જોડતો માર્ગ અને મકાન વિભાગ નો માર્ગ નીકળે છે જેના પરથી અવર-જવર થઈ શકે છે.
આ વી.આર.બી ગંભીરા બ્રિજની ઘટના અને પ્રકાશિત કરેલ તા-૧૮/૦૭/૨૦૨૫ ના માર્ગ અને મકાન વિભાગના જી.આર મુજબ બંને બાજુ માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) હસ્તકના રોડ આવેલ હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ને ઘટતી કાર્યવાહી કરવા સોંપાયેલ છે. જે અંતર્ગત આ બ્રિજના નવીનીકરણ માટે માર્ગ મકાન વિભાગ (પંચાયત) દ્વારા નવીનીકરણ માટે સરકારને,ગાંધીનગર ખાતે દરખાસ્ત કરવામાં આવી છે તેમ, જળ સંપત્તિ વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
