તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 4th June 2026
સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર : બંને જિલ્લામાં 62થી 87 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
અમદાવાદ, આણંદ, ખેડામાં ઓરેન્જ એલર્ટ અને વડોદરા, ભરૂચ અને સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું :રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી

અમદાવાદ : હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. બંને જિલ્લામાં 62થી 87 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, ખેડામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે વડોદરા, ભરૂચ અને સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગર, દાહોદ, પંચમહાલમાં વરસાદની શક્યતાઓ છે. જામનગરમાં પણ વરસાદ ખાબકી શકે છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
