તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 23rd July 2026
રાજયના ૧૮ જીલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની તીવ્રતા સતત વધી રહી છે. ભારતીય હવામાન વિભાગ ના અમદાવાદ કેન્દ્ર દ્વારા જારી કરાયેલા તાજા નાવકાસ્ટ બુલેટિન મુજબ, રાજ્યના ૧૮ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આશંકાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે બપોરે ૧ વાગ્યા સુધી આકાશી વીજળીના કડાકા-ભડાકા સાથે મુસળધાર વરસાદ વરસવાની પૂરતી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના સંકેતો અનુસાર, આ વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ના વિસ્તારોમાં જોવા મળશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ના પણ કેટલાક મહત્વના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
સતત વરસી રહેલા પૂર જેવા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તથા સ્થાનિક નદી-નાળાઓમાં પૂર આવવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
