<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

તાપી જિલ્લામાં આગામી 36 કલાક ભારે વરસાદનું રેડ એલર્ટ: તમામ શાળા-કોલેજો અને આંગણવાડીઓ બંધ

SDRFની બે ટીમો તૈનાત કરાઈ: નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સાવચેતીના ભાગરૂપે સ્થળાંતરિત કરવાની તૈયારી શરૂ

તાપી જિલ્લામાં આગામી 36 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. જિલ્લામાં તમામ શાળા, કોલેજો અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. SDRFની બે ટીમો તૈનાત કરાઈ છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સાવચેતીના ભાગરૂપે સ્થળાંતરિત કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

 

(11:01 PM IST)