<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

કલ્‍પસર સાકાર થવાથી સોૈરાષ્‍ટ્ર સમગ્ર દેશમાં સોૈથી વધુ પાણીદાર પ્રદેશ તરીકે ઉભરી આવશેઃ સી.આર.પાટીલ

લોકભારતી સણોસરામાં કલ્‍પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનું ભવ્‍ય સન્‍માન

અમદાવાદઃ કેન્‍દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારતના અભિગમમાં પાણી સંગ્રહ અને તેની યોજનાઓ કેન્‍દ્રમાં રહેલી છે અને કલ્‍પસર સાકાર થવાથી સૌરાષ્‍ટ્ર પ્રદેશ સમગ્ર દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ તરીકે ઉભરી આવશે. કેન્‍દ્ર સરકાર દ્વારા પીવાના પાણી તથા સિંચાઈ સંબંધી આંકડાકીય સ્‍થિતિ અને ઉપલબ્‍ધિઓ રજૂ કરી હતી. તેઓએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, પાણી વાપરવું એ આપણો અધિકાર છે પરંતુ ધરતી માતાનું એ ઋણ ચૂકવવું આપણી પવિત્ર ફરજ છે. તેઓએ જળસંગ્રહ માટે ઉપસ્‍થિત જનમેદનીને અનુરોધ કર્યો હતો અને સન્‍માનિત વિનુભાઈ ગાંધી દ્વારા કલ્‍પસર માટે કરવામાં આવેલા અભિયાન કાર્યોને વંદન કર્યા હતા. આ વિરાટ બહુહેતુક યોજના અંગે સરકાર ખૂબ સક્રિય હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું. (તસ્‍વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(2:08 PM IST)