<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

અમદાવાદમાં રથયાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો :પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું

આગામી 15 અને 16 જુલાઈએ જમાલપુરથી લઈને સરસપુર,માણેકચોક અને BRTS રૂટ સહિતના તમામ મુખ્ય માર્ગો પર વાહનો પાર્ક કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે

અમદાવાદમાં આગામી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુદ્રઢ ટ્રાફિક વ્યવસ્થા સાથે સંપન્ન કરવા માટે પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર,આગામી 15 અને 16 જુલાઈના રોજ રથયાત્રાના સમગ્ર રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.જેમાં જમાલપુરથી લઈને સરસપુર, માણેકચોક અને BRTS રૂટ સહિતના તમામ મુખ્ય માર્ગો પર વાહનો પાર્ક કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.આ કડક નિયમનો અમલ 15 જુલાઈની રાત્રે 12 વાગ્યાથી શરૂ થઈને રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે.જેથી યાત્રા દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય અને કટોકટીના સમયે ઈમરજન્સી વાહનો સરળતાથી અવરજવર કરી શકે.

(11:21 PM IST)