News of Monday, 20th July 2026
હિરામણિ પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમમાં ‘રથયાત્રા'

રાજકોટઃ અમદાવાદની હીરામણી પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમમાં ‘રથયાત્રા' યોજાઇ, જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઇ પોતે બનાવેલ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્રના મોડલને ‘જય જગન્નાથ' ‘જય રણછોડ માખણ ચોર' ના નારા લગાવીને શાળાના કેમ્પસમાં રથયાત્રા નીકાળી હતી. જેમાં બાળકોએ સ્કેટિંગ, રીંગ ફેરવવાના વિવિધ પ્રયોગો કર્યા હતા. ત્યારબાદ પ્રસાદી વહેંચવામાં આવી હતી. ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવોની ઉજવણીથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય છે અને સમૂહ ભાવનાનો વિકાસ થાય છે. સંસ્થાના પ્રમુખ પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરિ અમીને આયોજન બદલ અભિનંદન પાઠવેલા તેમ ભગવત અમીન સી.ઇ.ઓ.જણાવે છે
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
