<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

રથ યાત્રાઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચે રાતોરાત ૨૦૦ ગુનેગારોને ઉપાડી લીધા...

આંતર રાજ્‍ય ગેંગના ૫ ગેંગ સ્‍ટરો ૯ હથિયારો સાથેજ જબ્‍બે : રાજકોટ સ્‍ટાઇલથી આગવી ઢબની સરભરા સમયે પોલીસ કમિશનરની વિશેષ ઉપસ્‍થિતિથી પોલીસ તંત્રમા જુસ્‍સો બેવડાયો... અનુપમસિંહ ગેહલોત અને શરદ સિંઘલના તાકીદના આદેશના પગલે પગલે ડીસીપી અજિત રાજિયાણ ટીમનું પરોઢ સુઘી મેગા ઓપરેશન હાથ ધરાયું સેક્‍ટર વડા નીરજ બડગુજ્જરના માર્ગદર્શનમાં ડ્રોન ચકાસણી, રૂટ ચેકીંગ સાથે કોમી એકતા માટે વિવિઘ કાર્યક્રમો, બંને સમાજની મહિલાઓને વિશ્વાસમા લેવાની વિશેષ જવાબદારી ડીસીપી રૂપલ સોલંકીએ સંભાળી

રાજકોટ, તા.૭:   અમદાવાદની ઐતિહાસિક અને ભાવિકોના આસ્‍થાના પ્રતીક સમી રથ યાત્રા નિર્વિઘ્‍ને પસાર થાય તે માટે જેમને ખાસ કિસ્‍સામાં રાજ્‍ય સરકારે સિંગલ ઓર્ડર કરી જવાબદારી સુપ્રત કરી છે, તેવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ક્રાઇમ બ્રાન્‍ચના જોઇન્‍ટ સીપી શરદ સિંઘલ, અને ડીસીપી અજિત રાજિયાણ સાથે એક તાકીદની બેઠક રાજકોટ સ્‍ટાઇલ મુજબ રણનીતિ તૈયાર કર્યાના પગલે પગલે ૨૦૦ જેટલા ગુનેગારોને પરોઢ સુધીમા ઉપાડી લીધા છે. આ કોમ્‍બિંગ ઓપરેશન ક્રાઇમ બ્રાન્‍ચ ટીમમા પોલીસ ઇન્‍સ્‍પેકટરો  અને ટિમો દ્વારા ખુબ જહેમત ઉઠાવવામાં આવેલ, સૂત્રોમાંથી મળતા નિર્દેશ મુજબ ખુદ પોલીસ કમિશનર પણ આગવી ઢબની સરભરા સમયે હાજર છે. આ કાર્યવાહી દરમિયાન ક્રાઇમ બ્રાન્‍ચે આંતરરાજ્‍ય ગેંગનો પર્દાફાશ કરીને પાંચ આરોપીઓને ઝડપી પાડ્‍યા હતા. તેમની પાસેથી કુલ નવ ગેરકાયદેસર હથિયારો કબજે કરવામાં આવ્‍યા છે. પોલીસે સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે અને અન્‍ય કોઈ વ્‍યક્‍તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. બીજી તરફ પોલીસ કમિશનરના માર્ગદર્શન નીચે કોમી ભાઈચારો જળવાય રહે તે હેતુથી સેક્‍ટર વડા નીરજ બડ ગુજ્જરના માર્ગદર્શનમાં સુરક્ષા સાથે શાંતિ સમિતિ બેઠક, ડ્રોન નિરીક્ષણ, ધાબા પોઇન્‍ટ ચેક કરવા સાથે બન્ને સમાજની મહિલાઓને વિશ્વાસમા લેવાની જવાબદારી ડીસીપી રૂપલ સોલંકી સંભાળી રહ્યા છે

(2:26 PM IST)