<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

રાણી કી વાવનાં 3D પ્રોજેક્‍શન મેપિંગ શોએ જીત્‍યો ‘WOW એવોર્ડ્‍સ એશિયા 2026'માં ગોલ્‍ડ મેડલ

આ યુનેસ્‍કો હેરિટેજ સાઇટના ઇમર્સિવ ઓડિયો-વિઝયુઅલ શોની અત્‍યાર સુધીમાં ૪૪,૦૦૦થી વધુ મુલાકાતીઓ મુલાકાત લઈ ચૂકયા છે

ગાંધીનગર તા. ૧૪: પાટણ સ્‍થિત યુનેસ્‍કોની વર્લ્‍ડ હેરિટેજ સાઇટ ‘‘રાણી કી વાવ'' ખાતેના 3D પ્રોજેક્‍શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્‍ટને ૧૭મા WOW એવોર્ડ્‍સ એશિયા ૨૦૨૬માં પ્રતિષ્ઠિત ગોલ્‍ડ એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યો છે. આ એવોર્ડ ‘‘એક્‍સપિરિયન્‍શિયલ ટેક એવોર્ડ્‍સ - અચીવમેન્‍ટ ઇન ઓડિયો-વિઝ્‍યુઅલ ફોર એન ઇવેન્‍ટ'' કેટેગરીમાં આપવામાં આવ્‍યો છે.

ભારતના સૌથી પ્રતિષ્ઠિત હેરિટેજ સ્‍મારકોમાં સ્‍થાન ધરાવતી રાણી કી વાવ દર વર્ષે મોટી સંખ્‍યામાં સ્‍થાનિક અને આંતરરાષ્‍ટ્રીય પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ બાબતને ધ્‍યાનમાં રાખીને, પ્રવાસીઓના અનુભવને વધુ બહેતર બનાવવા માટે ગુજરાત સરકારે આ સ્‍મારક ખાતે અત્‍યાધુનિક 3D પ્રોજેક્‍શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ સિસ્‍ટમનું કાયમી ઇન્‍સ્‍ટોલેશન પૂર્ણ કર્યું હતું. આ પ્રોજેક્‍ટનું વર્ચ્‍યુઅલ ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્‍યું હતું. આ શો શરૂ થયો ત્‍યારથી નિયુક્‍ત એજન્‍સી આ શોના સંચાલન અને જાળવણી માટે જવાબદાર છે. ૧૨ જુલાઈ,  સુધીમાં, ૪૪,૨૦૯થી વધુ મુલાકાતીઓ આ અદભુત પ્રોજેક્‍શન મેપિંગ શો નિહાળી ચૂકયા છે.

અમલીકરણ એજન્‍સી દ્વારા આ પ્રોજેક્‍ટને WOW એવોર્ડ્‍સ એશિયા ૨૦૨૬માં નોમિનેશન માટે મોકલ્‍યા બાદ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. આ સન્‍માન ગુજરાતની યુનેસ્‍કો વર્લ્‍ડ હેરિટેજ સાઇટના ઐતિહાસિક અને સાંસ્‍કળતિક મહત્‍વને દર્શાવવા માટે ઓડિયો-વિઝ્‍યુઅલ ટેક્રોલોજીના નવીનતમ ઉપયોગને રેખાંકિત કરે છે, જે મુલાકાતીઓને એક આકર્ષક અને ઇમર્સિવ હેરિટેજ અનુભવ પ્રદાન કરે છે. 

(3:41 PM IST)