<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

અમદાવાદના રામોલઃ હાથીજણ તથા વસ્‍ત્રાલમાં પાણીકાપઃ ગૃહીણીઓમાં દેકારો

રાસ્‍કા કેનાલમાં થઇ રહેલ મેન્‍ટેનન્‍સ કામગીરીના કારણે વિતરણ ખોરવાયુઃ ગરમીમાં પાણી પુરવઠો પ્રભાવિત થતા સ્‍થાનીકોમાં રોષ

અમદાવાદઃ શહેરના દક્ષિણ ઝોનમાં રામોલ, હાથીજણ અને વસ્ત્રાલ વિસ્તારમાં આજે પાણી કાપ (Water Cut) રહેશે. રાસ્કા કેનાલની મેન્ટેનન્સ કામગીરીને કારણે પાણી પુરવઠો ખોરવાશે.

અમદાવાદના અમુક વિસ્તારોમાં શહેરીજનોને આજે પીવાનું પાણીં નહી મળે. શહેરના દક્ષિણ ઝોનના અમુક વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવનાર છે. જેના કારણે આજે (3 મે) અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનના અમુક વોર્ડમાં પાણી પુરવઠો પ્રભાવિત થશે. પરિણામે  રહેવાસીઓને પાણીનો સંગ્રહ કરવાની અને તેના વપરાશમાં સંયમ રાખવાની સલાહ આપવામાં આવી છે.

આજે  શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા રામોલ, હાથીજણ અને વસ્ત્રાલ વોર્ડમાં પાણી પુરવઠો ખોરવાશે અથવા લો પ્રેશર સાથે પહોંચાડવામાં આવશે. આ પાણીકાપ રાસ્કા કેનાલ પર હાથ ધરવામાં આવી રહેલી આવશ્યક મેન્ટેનન્સ અને તકનીકી કામગીરીને કારણે આ મૂકવામાં આવ્યો છે.

આવી આકરી ગરમીમાં પાણી કાપને કારણે લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જાણકારી અનુસાર પાણીની ઉપલબ્ધતાના આધારે જાળવણી સમયગાળા દરમિયાન પાણી પુરવઠાનું નિયમન કરવામાં આવશે.

 જો કે, હાલમાં મુખ્ય સપ્લાય લાઇન પર કામ ચાલી રહ્યું હોવાથી, સપ્લાય કરવામાં આવતા પાણીનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું હોઈ શકે છે. કામ પૂર્ણ થયા પછી, પાણી પુરવઠો સામાન્ય સમયપત્રક મુજબ ફરી શરૂ થશે.

(3:27 PM IST)