News of Tuesday, 20th October 2026
ગાંધીનગરમાં કેસરિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમી નિમિત્તે રામલીલા અને રાવણ દહનનો જાહેર કાર્યક્રમ યોજાયો
65 ફૂટ ઊંચા રાવણના વિશાળ પૂતળાનું દહન:રાવણની સાથે મેઘનાથ અને કુંભકર્ણનાં પૂતળાંનું પણ દહન કરાયું :વિજયાદશમીની પરંપરાગત ઉજવણીને જીવંત કરાઈ

ગાંધીનગર :રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સેક્ટર-11ના કેસરિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમી નિમિત્તે રામલીલા અને રાવણ દહનનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 6 વાગ્યે રામલીલાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 65 ફૂટ ઊંચા રાવણના વિશાળ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી કે રાવણની સાથે મેઘનાથ અને કુંભકર્ણનાં પૂતળાંનું પણ દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા વિજયાદશમીની પરંપરાગત ઉજવણીને જીવંત કરવામાં આવી હતી.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
