<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

શ્રી રામચરિતમાનસના બાલકાંડ આધારિત ત્રિદિવસીય ‘‘બાળ કથા''માં ભાગવતાચાર્ય ‘પૂ.ભાઈશ્રી'માં રમેશભાઈ ઓઝાના આશીર્વચનનો લાભ

ગાંધીનગર ચિલ્‍ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ગોસ્‍વામી તુલસીદાસજી રચિત : પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદ પટેલ , ગૌતમભાઈ ઓઝા (પૂ.ભાઈશ્રીના અનુજ)ની પ્રેરક ઉપસ્‍થિતિઃ‘ગર્ભસંસ્‍કાર અને બાળઉછેરઃ આધ્‍યાત્‍મિક લ્લષ્ટિએ' વિષય ઉપર શ્રી રામચરિતમાનસના બાલકાંડ સાથે સાંકળીને રજૂ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૨: ચિલ્‍ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા એક નૂતન અને અનોખા વિષય પર ગોસ્‍વામી તુલસીદાસજી રચિત શ્રી રામચરિતમાનસના બાલકાંડ આધારિત ત્રિદિવસીય ‘‘બાળ કથા''નું ભવ્‍યાતિભવ્‍ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

‘‘ગર્ભસંસ્‍કાર અને બાળઉછેર : આધ્‍યાત્‍મિક લ્લષ્ટિએ'' જેવા મહત્‍વપૂર્ણ વિષયને શ્રી રામચરિતમાનસના બાલકાંડ સાથે સાંકળીને રજૂ કરવામાં આવ્‍યો હતો.જે ખરેખર અભિનંદનીય અને વિચારપ્રેરક પ્રયાસ છે.

કુલપતિ ડો. ટી. એસ. જોશીના માર્ગદર્શન હેઠળ વક્‍તા  જયદેવભાઈ ગૌરીશંકરભાઈ ધાંધિયાએ પોતાની ભાવસભર વાણી અને સરળ રજૂઆત દ્વારા અનેક શ્રોતાઓ તથા બાળકોને આ ત્રિદિવસીય કથાનો ભાવવિભોર થઈને કથાપ્રસાદ પીરસ્‍યો હતો.

ત્રિદિવસીય કથાના ત્રીજા દિવસના સમાપન પ્રસંગે, વક્‍તાશ્રીના ગુરુ તથા સાધુપુરુષ, ભાગવતાચાર્ય પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આર્શિવચનનો લાભ ઉપસ્‍થિત સૌને મળ્‍યો હતો. આ ઉપરાંત પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદ પટેલ , ગૌતમભાઈ ઓઝા (પૂ.ભાઈશ્રીના અનુજ) ની પ્રેરક ઉપસ્‍થિતિ રહી હતી. આ પાવન પ્રસંગની કેટલીક ભાવસભર ક્ષણોની આ રહી સુંદર ઝલક. રાજગોર સમાજ માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે.

આવા નૂતન અને સંસ્‍કારસભર વિષયને સમાજ સમક્ષ સુંદર રીતે રજૂ કરવા બદલ વક્‍તા જયદેવભાઈ ધાંધિયાને હાર્દિક અભિનંદન તથા અનેક શુભકામનાઓ.

આપની વાણી દ્વારા સંસ્‍કાર, સંસ્‍કૃતિ અને આધ્‍યાત્‍મિકતાનો સંદેશ અનેક પરિવારો સુધી પહોંચતો રહે તેવી હાર્દિક શુભેચ્‍છાઓ આપી હતી.(તસ્‍વીરઃમુકેશ વાધેલા-જુનાગઢ)(૪૦.૧૮)

 

(10:18 AM IST)