News of Thursday, 7th May 2026
દ્રૌપદી મુર્મુની મુલાકાતે રામભાઈ મોકરીયા અને શોભનાબેન મોકરીયાઃ પોરબંદર આવવા આમંત્રણ

રાજકોટઃ તા.૬,રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ ધર્મપત્ની શોભનાબેન મોકરિયા સાથે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ સૌજન્ય મુલાકાત દરમિયાન સાંસદ રામભાઈ મોકરીયાએ રાષ્ટ્રપતિશ્રીને સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કળતિની પ્રતિકરૂપ પુષ્પગુચ્છ અર્પણ કરી ગુજરાતની જનતા વતી અભિવાદન પાઠવ્યું હતું. રાષ્ટ્રપતિશ્રીએ સાંસદ દંપતી સાથે ગુજરાતના વિકાસ, સામાજિક સમરસતા અને જનહિતના વિષયો પર આત્મીય ચર્ચા કરી હતી.સાંસદ રામભાઈ મોકરિયાએ પોતાના વતન અને ભારતના રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરને યાદ કરીને રાષ્ટ્રપતિજીને પોરબંદરની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું. સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું કે,‘‘ રાષ્ટ્રપતિ શ્રીનું સાદગીપૂર્ણ વ્યક્તિત્વ, દેશ માટેનું વિઝન અને વંચિતો પ્રત્યેની સંવેદના અમારા સૌ માટે પ્રેરણારૂપ છે. તેમના આશીર્વાદ અને માર્ગદર્શનથી જનસેવાના કાર્યમાં નવી ઊર્જા મળી છે.'' રાષ્ટ્રપતિશ્રીએ સાંસદ દંપતીને જનસેવાના કાર્યો માટે શુભકામનાઓ પાઠવી હતી.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
