તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
રાજ્યસભા ચૂંટણીઃ ૬-૭ જૂને ભાજપ ચાર ચહેરા જાહેર કરશે
હાલ વિદેશમંત્રી એસ. જયશંકર અને આરોગ્યમંત્રી જે.પી. નડ્ડા ગુજરાતના પ્રતિનિધિ તરીકે સંસદમાં છે : ભાજપના રામભાઇ મોકરિયા, નરહરિ અમીન અને રમીલાબેન બારા તેમજ કોંગ્રેસના શકિતસિંહ ગોહિલની ટર્મ ૨૧ જૂનના રોજ પૂરી થઇ રહી છે

અમદાવાદ તા.૨૩: ગુજરાતની ચાર સહિત દેશના રાજ્યોમાં જૂનના ત્રીજા સપ્તાહમાં ખાલી પડનારી ૨૪ બેઠકો માટે મુખ્ય ચૂંટણી કમિશને શુક્રવારે ચૂંટણી જાહેર કરી છે. ૧ જૂને જાહેરનામુ બહાર પડશે અને ૮મી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે. ૧૮ જૂને મતદાન યોજાશે. ૨૦૨૨માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના રામભાઇ મોકરિયા, નરહરિ અમીન અને રમીલાબેન બારા તેમજ કોંગ્રેસના શકિતસિહ ગોહિલ વિજયી થયા હતા. આ ચારેયની ટર્મ ૨૧ જૂનના રોજ પૂરી થઇ રહી છે એ પહેલા ચૂંટણી કરવામાં આવશે. જોકે, હવે સંખ્યાબળના કારણે ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ પૂરું થઇ જશે અને ચારેય બેઠકો ભાજપ અંકે કરશે.
રાજ્યસભાની કુલ ૧૧ બેઠકો છે એમાંથી ખાલી પડેલી ચાર બેઠકો માટે આ ચૂંટણી યોજાઇ રહી છે. ૧૮મીએ મતદાન માટે તારીખ છે. જોકે, ગુજરાતમાં ચારેય બેઠકો માટે મતદાનની જરૃર પડશે નહીં. કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી તેના તરફથી કોઇ ઉમેદવાર ઉતાારશે નહીં. આથી વગર મતદાને જ ચારેય ઉમેદવાર વિજયી થશે એ નિશ્ચિત છે.
ભાજપમાં લાંબા સમયથી કેટલાક નેતાઓ, આગેવાનો દ્વારા રાજ્યસભા માટે લોબિગ થઇ રહ્યું છે. આ સંજોગોમાં કોના પર પસંદગી ઉતારાય છે એનું ચિત્ર ૬-૭ જૂન સુધીમાં સ્પષ્ટ થઇ જશે. મોટાભાગે રાજ્યસભા માટે એવુ બનતું આવ્યું છે કે કેન્દ્રમાં મંત્રીમંડળમાં કોઇ રાજ્યના સક્ષમ ચહેરાને સ્થાન આપવાનું હોય ત્યારે જો સંબંધિત રાજ્યમાં બેઠક ખાલી ન હોય તો ગુજરાતના કવોટામાંથી સંસદમાં મોકલામાં આવે છે. હાલ વિદેશમંત્રી એસ. જયશંકર અને આરોગ્યમંત્રી જે.પી. નડ્ડા ગુજરાતના પ્રતિનિધિ તરીકે સંસદમાં છે. હવે ત્રીજા કોઇ બહારના ચહેરાને ગુજરાતમાંથી સંસદમાં લઇ જવાય તેવી શકયતા ઘણી ઓછી છે. ભાજપ આદિવાસી, મહિલા ઉપરાંત કોઇ મજબૂત દલિત ચહેરો પણ પસંદ કરી શકે છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
