<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

બે વર્ષથી કાર્યરત રાજપીપળા સિટી સિવિક સેન્ટર પર પાલીકા કર્મચારીઓને બેસાડતા સ્થાનિકોમા નારાજગી

નગરપાલિકાથી એકાદ કિલોમીટર દૂર આવેલા સિટી સિવિક સેન્ટર પર રાજપીપળાના સ્થાનિકોને વેરો ભરવા લાંબુ થવું પડશે:રેગ્યુલર ડભોઇના મુખ્ય અધિકારીને રાજપીપળાનો પણ ચાર્જ અપાતા ઘણી મુશ્કેલીઓ વધી

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગર પાલિકામાં હાલ અનેક તકલીફો છે જેમાં ચાર્જમાં આવતા મુખ્ય અધિકારી અઠવાડિયામાં બે ત્રણ દિવસ જ આવતા હોય તકલીફોમાં વધારો થાય છે.
    આજથી મુખ્ય અધિકારીના હુકમથી પાલિકાના અમુક  કર્મચારીઓને પાલીકાથી એકાદ કિલોમીટર દૂર ચાલતા સિટી સિવિક સેન્ટર પર મૂકવામાં આવ્યા જેમા આ કર્મચારીઓ પ્રોપર્ટી ટેક્સ અને જન્મ મરણ ના દાખલા ની કામગીરી કરે છે, જોકે આ કામગીરી સહિત લગ્ન નોંધણી ની કામગીરી સિટી સિવિક સેન્ટરના કર્મચારીઓ કરી રહ્યા છે અને બાકી કામગીરી તાલીમ લીધી હોય બીજી કામગીરી પણ સિટી સિવિક સેન્ટર ના કર્મચારીઓ કરી શકતા હોય તો પાલિકા કામચારીઓને ત્યાં બેસાડવાનો શું મતલબ..? સિટી સિવિક સેન્ટરના અમુક કર્મચારીઓ ને હજુ પાલિકામાં બેસાડવામાં આવે છે અને પાલિકાના અમુક કર્મીઓને સિટી સિવિક સેન્ટર પર બેસાડવા પાછળ નો શું મતલબ..? જોકે આ બાબતે ત્યાં વેરો ભરવા આવેલા સ્થાનિક લોકો એ પણ વિરોધ કર્યો અને કહ્યું કે આ પદ્ધતિ ખોટી છે ભલે અહીંયા કામગીરી કરે પણ ગામના લોકો માટે પાલિકા માં પણ કામગીરી ચાલુ રાખવી જોઈએ.

  આ બાબતે પાલિકા સદસ્ય પ્રગ્નેશ રામી એ કહ્યું કે આ નિર્ણય ખોટો છે સિટી સિવિક સેન્ટર ના સાત કર્મચારીઓ એજન્સી દ્વારા મૂકવામાં આવ્યા છે અને પગાર પણ એજન્સી જ આપે છે તો પાલિકા ના કર્મીઓ ત્યાં કઈ રીતે બેસી શકે..? અમારી માંગ છે કે પ્રોપર્ટી ટેક્સ અને જન્મ મરણ ની કામગીરી પાલિકા માં થાય તેમજ સિટી સિવિક સેન્ટર સુધી લોકો ને ધક્કે ના ચઢાવાય.
આ બાબતે અમે પાલિકાના મુખ્ય અધિકારી જયકિશન તડવી પાસે હકીકત જાણવા ટેલિફોનીક પ્રયાસ કર્યો પરંતુ તેમણે ફોન નહીં ઉંચકતા હકીકત જાણી શકાય નથી.

(12:48 AM IST)