<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

રાજપીપળા આરબ ટેકરા પાણીની ટાંકી પર જીવંત ખુલ્લા વીજ વાયરો જોખમી: સવારે આગની ઘટના બની

ત્યાં રમતા નાના બાળકો માટે ખુલ્લા અને કરંટયુક્ત વાયરો જોખમી, સ્થાનિક ની રજૂઆત બાદ પણ કોઇજ પગલાં લેવાતા નથી:શું કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ વીજ કંપની આ માટે પગલા લેશે

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળાના આરબ ટેકરા પાસે આવેલી પાણીની ટાંકી પર કેટલાક ખુલ્લા જીવંત વાયરો નીચે પડેલા હોય ત્યાં સવારે સ્પાર્ક બાદ આગની ઘટના બનતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા હતા.

  આરબ ટેકરા પર આવેલી પાલિકાની પાણીની ટાંકી પાસે કરંટ યુક્ત ખુલ્લા વાયરો ઘણા સમયથી પડી રહ્યા છે જે ત્યાં રમતા બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હોવાથી સ્થાનિકોએ વીજ કંપની માં રજૂઆત કરવા છતાં કોઇજ ધ્યાન નહી આપતા આ વાયરો માં આજે સવારે સ્પાર્ક થયા બાદ વાયર સળગતા લોકો માં ભય ફેલાયો હતો અને તેમના બાળકો ત્યાં દરરોજ રમતા હોય તેમના માથે જોખમ જણાતા સ્થાનિકો વીજ કંપની ની લુલી કામગીરી પર નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
 સ્થાનિકો ના જણાવ્યા મુજબ અમે વીજ કંપની માં આ માટે રજૂઆત કરી હોવા છતાં અહીંયા કોઇજ કામગીરી કરવામાં આવી નથી અને હજુ કરંટ યુક્ત વાયરો ખુલ્લા જ નીચે પડી રહ્યા હોવાથી જોખમી હોય  ગંભીર બાબતે ફરિયાદ કરવા છતાં વીજ કંપનીના અધિકારીઓ કેમ ધ્યાન આપતા નથી..? શું કોઇ મોટી દુર્ઘટના બન્યા બાદ વીજ કંપની જાગશે..?

(11:08 PM IST)