<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

રાજકોટ ગ્રામ્‍યઃ ગુજરાતનો પ્રથમ ISO પ્રમાણીત જીલ્લો

 

રાજયમાં પહેલીવાર કોઇ જીલ્લાની આખી પોલીસ વ્‍યવસ્‍થાને ISO ૯૦૦૧ : ર૦૧પ મળ્‍યું. રાજકોટ ગ્રામ્‍યના ર૪ સ્‍ટેશન, કચેરીઓ અને એકમોને આ પ્રમાણપત્ર શાપર ખાતે નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ એનાયત કર્યુ. ‘‘પહેલા ગુનો નોંધવો, રજિસ્‍ટ્રર સાચવવુ કે જુનો રેકોર્ડ શોધવો- એમાં ઘણા સમય જતા, હવે દરેક કામ માટે નક્કી કરેલ એસઓપી, ફોર્મેટ અને ફાઇલિંગ પદ્ધતિ છે. ફરિયાદ નોંધવાથી લઇને દસ્‍તાવેજ ચકાસવા અને રેકોર્ડ પરત મેળવવા સુધીનું કામ સહેલુ, ઝડપી અને ભુલ વગરનું થઇ ગયુ છે. જુનો દસ્‍તાવેજ હવે થોડી જ મિનિટોમાં હાથમાં આવી જાય છે. એટલે તપાસમાં પણ ઝડપ આવી છે.

(3:45 PM IST)