<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

રાજકોટ લોધિકા સંઘ અને જિલ્‍લા સંઘમાં હજુ પણ પદાધિકારીઓની નિમણૂક નહીં..!

જૂથવાદના કારણે બંને મહત્‍વના સંઘ નવા પદાધિકારીની રાહમાં.. બંને જૂથમાં રાદડિયા જૂથે નામ સૂચવ્‍યા પણ પક્ષ કંઈક અલગ વિચારતો હોવાનો મત.. દિવાળી પછી કંઈક સારા સમાચાર આવે તેવી શક્‍યતા છે અને બધું સમૂનમું ઉતરે તેવું પણ સૌ કોઈ લોકો માની રહ્યા છે

અમદાવાદ,તા.૦૩: રાજકોટ લોધિકા સંઘ અને જિલ્‍લા સંઘમાં હજુ પણ પદાધિકારીઓની નિમણૂક નહીં..!. રાજકોટના બે મહત્ત્વના સંઘ લોધિકા અને રાજકોટ જિલ્‍લા સંઘમાં લાંબો સમય વીતી ગયો હોવા છતાં પ્રમુખ સહિતના પદાધિકારીઓની નિમણૂક થઈ નથી. લાંબા સમયથી આ બંને સંઘ પોતાના નવા પદાધિકારીઓની રાહ જોઈ રહ્યુંછે પરંતુ ક્‍યારે નિમણૂક થશે તે સવાલ છે આ બંને સંઘમાં જયેશ રાદડિયાનો દબદબો છે અને ચૂંટણી પૂર્ણ થયા પછી રાદડિયા જૂથ તરફથી નામ પાર્ટી હાઈકમાન્‍ડને મોકલી આપવામાં આવ્‍યા છે પરંતુ પાર્ટી તરફથી કોઈ નિર્ણય નહીં લેવાતા પસંદગીનું કોકડું ગૂંચવાયું છે. હવે દિવાળી બાદ નિમણૂક થશે તેવું લાગી રહ્યું છે.

રાજકોટના બે મહત્ત્વના સંઘ લોધિકા અને રાજકોટ જિલ્‍લા સંઘમાં લાંબો સમય વીતી ગયો હોવા છતાં પ્રમુખ સહિતના પદાધિકારીઓની નિમણૂક થઈ નથી. લાંબા સમયથી આ બંને સંઘ પોતાના નવા પદાધિકારીઓની રાહ જોઈ રહ્યુંછે પરંતુ ક્‍યારે નિમણૂક થશે તે સવાલ છે આ બંને સંઘમાં જયેશ રાદડિયાનો દબદબો છે અને ચૂંટણી પૂર્ણ થયા પછી રાદડિયા જૂથ તરફથી નામ પાર્ટી હાઈકમાન્‍ડને મોકલી આપવામાં આવ્‍યા છે પરંતુ પાર્ટી તરફથી કોઈ નિર્ણય નહીં લેવાતા પસંદગીનું કોકડું ગૂંચવાયું છે. હવે દિવાળી બાદ નિમણૂક થશે તેવું લાગી રહ્યું છે.

રાજકોટ લોધિકા સંઘ ની વાત કરીએ તો તાજેતરમાં દિલીપ સંઘાણીના ફંકશનમાં પરસોતમ રૂપાલાએ લોધિકા સંઘને યાદ કર્યું હતું ત્‍યારબાદ આ સંઘમાં પદાધિકારીની નિમણૂક નથી થઈ તે મુદ્દો ઉછળ્‍યો છે. રાજકોટ લોધીકા સંઘનીચૂંટણી પૂર્ણ થયાને બે મહિના જેવો સમય થઈ ગયો હોવા છતાં પ્રમુખ અને અન્‍ય હોદા ઉપર કોઈની નિમણૂક થઈ નથી. આ ચૂંટણી પણ ભારે ખેંચતાણ વચ્‍ચે યોજાઈ હતી અને પાર્ટીના વ્‍હીપનો પણ અનાદર થયો હતો.

આ ચૂંટણી પતી ગયાને લાંબો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી પદાધિકારીઓ તરીકે કોને બેસાડવા તે નક્કી નથી થયું, એક બાજુ ધારાસભ્‍ય જયેશ રાદડિયા જૂથે પ્રમુખના પદ માટે નીતિન ઢાકેચાનું નામ આગળ કર્યું છે પરંતુ પાર્ટીએ હજુ વધુ એક બે નામ આપવાની વાત કરી છે બીજી બાજુ પાર્ટી બાબુ નસીતને પ્રમુખ પદે બેસાડવા માંગે છે જો કે તેની સામે વિરોધ હોવાના કારણે અન્‍ય કોઈ નામની પણ રજૂઆત થાય તેવી શક્‍યતા છે પરંતુ રાદડિયા જૂથ નિતીન ઢાકેચા સિવાય અન્‍ય કોઈ નામ સ્‍વીકારવા તૈયાર નથી જો બીજું નામ આવશે તો બળવો થાય તેવી શક્‍યતા છે આમ લોધિકા સંઘના પદાધિકારી નો મુદ્દો બરોબર ગૂંચવાયો છે.

બીજી બાજું રાજકોટ જિલ્‍લા સંઘમાં પણ ત્રણ માસ જેવો સમય થઈ ગયો છે ચૂંટણી પૂર્ણ થયાને પરંતુ હજુ સુધી આ સંઘમાં પણ કોઈની નિમણૂક થઈ નથી રાદડિયા જૂથ દ્વારા રજૂ કરવામાં આવેલા નામ સામે પણ વાંધો હોવાનું કહેવાય છે જેના હિસાબે પક્ષ હજુ સુધી નિર્ણય લઈ શકી નથી.

રાજકોટ જિલ્‍લાના સહકારી ક્ષેત્રમાં ચર્ચા છે કે હવે આ મુદ્દાનું નિરાકરણ ક્‍યારે આવશે ત્‍યારે લગભગ લોકો એવું માને છે કે દિવાળી પછી કંઈક સારા સમાચાર આવે તેવી શક્‍યતા છે અને બધું સમૂનમું ઉતરે તેવું પણ સૌ કોઈ લોકો માની રહ્યા છે જોકે નામ બીજા આવશે તો નવાજૂની થવાના પણ એંધાણ છે.

(3:19 PM IST)