તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
અમદાવાદના વાડજમાં જાહેરમાં હથિયારનું પ્રદર્શન કરીને ભય ફેલાવનાર રાજ ઉર્ફે રાજા દંતાણીને પોલીસે દબોચી લીધો
વીડિયો વાયરલ થતા જ હરકતમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો

અમદાવાદના વાડજ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા એક શખ્સનો હથિયાર સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાહેર માર્ગ પર હથિયાર પ્રદર્શન કરીને ભયનું વાતાવરણ ઉભું કરનાર આ શખ્સની ઓળખ રાજ ઉર્ફે રાજા દંતાણી તરીકે થઈ છે. વીડિયો વાયરલ થતા જ હરકતમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
આરોપી રાજ ઉર્ફે રાજા દંતાણીએ જાહેરમાં હથિયાર બતાવીને લોકોમાં ડર પેદા કરવાના અને પોતાની ધાક જમાવવાના આશયથી વીડિયો બનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ફરતો થતા જ વાડજ પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને તેની અટકાયત કરી હતી.
આરોપીએ જે રીતે વીડિયો બનાવીને રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે પણ તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરી તેની શાન ઠેકાણે લાવી દીધી છે. વાડજ પોલીસે આરોપી સામે ગુનો નોંધી હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહી કરી છે. પોલીસે પકડાયેલા આરોપીનો એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તે હવે કાયદાના સકંજામાં જોવા મળી રહ્યો છે. આ કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
