તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો : કાલે દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર
આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં વરસાદને લઈને સકારાત્મક માહોલ જામ્યો છે. હવામાન વિભાગે 1થી 7 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દાદરા નગર હવેલી માટે આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ટર્ફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
