News of Tuesday, 1st September 2026
ગુજરાતમાં સાતેય દિવસ વરસાદી માહોલ: દક્ષિણ ગુજરાતમાં વધુ ઝાપટાં, અમદાવાદ-રાજકોટમાં પણ હળવા વરસાદની શક્યતા
રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ છૂટાછવાયા ઝાપટાં પડી શકે

અમદાવાદ :ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદ અને ક્યાંક ગાજવીજ સાથે ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. તા. ૧ સપ્ટેમ્બરે બપોરે જાહેર કરાયેલા સત્તાવાર હવામાન બુલેટિન મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના વધુ છે.
સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ છે. જોકે આગામી સાત દિવસ માટે ભારે વરસાદની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
