<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ : આહવા, ગિરિમથક સાપુતારા,સુબીર અને વઘઈમાં ધોધમાર વરસાદ વરસ્યો

વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસારી: વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે આહવા અને  ગિરિમથક સાપુતારામાં વરસાદ વરસી રહયૉ છે.  સુબીર અને વઘઈમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે . વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે,

 

આહવા અને વઘઈ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે。 સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે。 વરસાદના કારણે સમગ્ર ડાંગમાં આહલાદક અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે  

(1:43 PM IST)