News of Monday, 20th July 2026
ગુજરાતમાં આગામી ૫ દિવસ વરસાદી માહોલ: ૨૫ જુલાઈથી ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ: વિવિધ સિસ્ટમ્સ સક્રિય બની હોવાના કારણે વરસાદની પૂરી સંભાવના છે
૨૧ થી ૨૪ જુલાઈ દરમિયાન વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ, જ્યારે રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ અને અમદાવાદ સહિતના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણ યથાવત રહેશે અને ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ તથા છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. વિવિધ સિસ્ટમ્સના કારણે વરસાદની પૂરી સંભાવના છે.
હાલમાં અમૃતસર, કરનાલ, હરદોઈ, રાંચી અને દિઘા થઈને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી સુધી મોનસૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે. વધુમાં, પશ્ચિમ બંગાળના પશ્ચિમ ભાગો અને નજીકના ઉત્તર ઝારખંડ વિસ્તારમાં સમુદ્ર સપાટીથી ૪.૫ કિલોમીટર ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિસ્ટમ્સની અસર હેઠળ ૨૧ થી ૨૪ જુલાઈ દરમિયાન વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ અને અમદાવાદ સહિતના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.
મુખ્ય શહેરોના તાપમાન અંગે વાત કરીએ તો અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને લઘુત્તમ ૨૭ ડિગ્રી રહેવાની શક્યતા છે.
રાજકોટમાં પણ હળવા વરસાદ સાથે મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી અને લઘુત્તમ ૨૭ ડિગ્રી નોંધાઈ શકે છે.
સુરત અને વડોદરામાં પવન સાથે વરસાદ પડવાની આગાહી છે, જ્યાં મહત્તમ તાપમાન અનુક્રમે ૩૨ ડિગ્રી અને ૩૫ ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
