<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

બનાસકાંઠામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત :ડીસા માર્કેટયાર્ડમાં ફરી બોરીઓ પલળી

આગાહીને અવગણી માલ સુરક્ષિત ન રાખતા વેપારીઓને અને ખેડૂતોને નુકસાન: બોરીઓ પલળતાં ખેડૂતોના માલની ગુણવત્તા પર પણ પડી અસર

બનાસકાંઠાના ગત મોડી રાત્રે વરસેલા વરસાદમાં ડીસા માર્કેટયાર્ડમાં ફરી બોરીઓ પલળી ગઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાત્રિના સમયે વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ગઈકાલે પણ ડીસા માર્કેટયાર્ડમાં બોરી પલળી હતી. આગાહીને અવગણી માલ સુરક્ષિત ન રાખતા વેપારીઓને અને ખેડૂતોને નુકસાન થયું છે. બોરીઓ પલળતાં ખેડૂતોના માલની ગુણવત્તા પર પણ પડી અસર. હવામાન વિભાગની ચેતવણી છતાં વેપારીઓની નિષ્કાળજી સામે આવી છે.

(1:17 PM IST)