તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
વડોદરામાં વરસાદની શરૂઆત :અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે અમી છાંટણાં શરૂ થયા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો

વડોદરા :સંસ્કારી નગરી વડોદરામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ આખરે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. વડોદરા શહેરમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે અમી છાંટણાં શરૂ થયા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે શહેરભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી, બફારા અને ઉકળાટનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને આ પ્રથમ વરસાદથી બહુ મોટી રાહત મળી છે. લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવતા જ સમગ્ર પંથકનું વાતાવરણ એકદમ આહલાદક અને ખુશનુમા બની ગયું છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
