<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

સવારથી રાતે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો:ગીર ગઢડા અને મેઘરજમાં 3 ઈંચથી વધુ ખાબક્યો

રાજયના 2 તાલુકામાં 3 ઈંચથી વધુ અને 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ : તલોદમાં 2.52 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 2.36 ઈંચ વરસાદ

ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી વરસાદી માહોલ રહ્યો હતો. આ 14 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 2 તાલુકામાં 3 ઈંચથી વધુ અને 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગીર સોમનાથના ગીર ગઢડામાં 3.07 ઈંચ અને અરવલ્લીના મેઘરજમાં પણ 3.07 ઈંચ વરસાદ નોંધાયો છે. બંને તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદથી સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

અમદાવાદમાં સવારના સમયે એકધારો 2.07 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયું હતું.

સાબરકાંઠાના તલોદમાં 2.52 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

મહિસાગરના કડાણામાં 2.24 ઈંચ, સંતરામપુરમાં 2.17 ઈંચ અને ખાનપુરમાં 2.09 ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

નર્મદાના ડેડીયાપાડામાં 2.04 ઈંચ અને ગાંધીનગરના માણસામાં 2.13 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેતાં તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

(11:36 PM IST)