<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

સૌરાષ્‍ટ્રમાં આજથી વરસાદના વિસ્‍તારો વધશેઃ સુરેન્‍દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર જીલ્લામાં ઘણા સ્‍થળે મધ્‍યમ, કેટલાક સ્‍થળે ભારે અને સિમિત ક્ષેત્રમાં અતિભારે પડશે

જુનાગઢના જાણીતા વેધર એનાલીસ્‍ટ ગૌરવ રાણીંગાનો સંકેતઃ બપોરે ૧ર વાગ્‍યે સાયકલોનિક સકર્યુલેશન સિસ્‍ટમ્‍સ એમપીના સરહદ લાગુ વિસ્‍તારો પર સ્‍થિત... : રાજકોટ, અમરેલી, પોરબંદર, જુનાગઢ અને ગિર સોમનાથના વિસ્‍તારોમાં હળવો મધ્‍યમ તો સીમિત સ્‍થળે ભારે વરસાદની સંભાવના કાંઠા વિસ્‍તારમાં વરસાદની તીવ્રતા વધુ રહેશેઃ સૌરાષ્‍ટ્રમાં ભારે વરસાદના વિસ્‍તારો સિસ્‍ટમ્‍સના ટ્રફના લોકેશન આધારિત રહેશેઃ અમેરિકન મોડલ સૌરાષ્‍ટ્ર માટે પોઝીટીવઃ જો, તે મુજબ રહેશેઃ સૌરાષ્‍ટ્રમાં આગામી ત્રણ દિવસ વરસાદના મોટા આંકડા આવી શકે છે

રાજકોટ તા.૨૩: જૂનાગઢના જાણીતા વેધર એનાલીસ્‍ટ શ્રી ગોૈરવ રાણીંગા જણાવે છે કે, દક્ષિણ ગુજરાત ડૂબ્‍યું...હવે કોનો વારો?

મેપમાં દર્શાવ્‍યા મુજબ સાયક્‍લોનિક સકર્યુલેશન સિસ્‍ટમ આજે તા.૨૩/૦૭/૨૦૨૬ ના બપોરે ૧૨ વાગ્‍યે દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લા નજીક મધ્‍યપ્રદેશ સરહદ લાગુ વિસ્‍તારો ઉપર સ્‍થિત છે, આ સિસ્‍ટમ આવતી ૪૮ કલાક ખૂબ ધીમી ગતિએ ઉતર ઉતર પヘુિમ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે.

હજુ આગામી ૨૪ કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે. હવે વરસાદના વિસ્‍તારો ધીમે ધીમે મધ્‍ય ગુજરાત અને લાગુ ઉતર ગુજરાતના વિસ્‍તારો તરફ પણ વધશે. આગામી ૪૮ કલાક દરમ્‍યાન મુખ્‍ય સિસ્‍ટમ ઉતર ગુજરાતના રાજસ્‍થાન લાગુ વિસ્‍તારો તરફ આવે અને સિસ્‍ટમને આનુષાંગિક ૭૦૦hpa ઊંચાઈનું સરકયુલેશન/ટ્રફ સૌરાષ્‍ટ્ર તરફ ઢળતું રહે તેવી સંભાવના છે.

આગામી ૪૮ કલાકના વરસાદની વાત કરીએ તો ગુજરાત રિજિયનના તમામ વિસ્‍તારોમાં (ઉતર, મધ્‍ય, દક્ષિણ ગુજરાત) મધ્‍યમ થી ભારે વરસાદ અને કેટલાક સિમિત વિસ્‍તારોમાં અતિભારે વરસાદની શકયતા રહેશે.

સૌરાષ્‍ટ્રમાં આજથી વરસાદના વિસ્‍તારોમાં વધારો થશે અને સુરેન્‍દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર જિલ્લામાં ઘણા સ્‍થળે મધ્‍યમ અને કેટલાક સ્‍થળે ભારે તેમજ સીમિત વિસ્‍તારોમાં અતિ ભારે વરસાદની શકયતા.

રાજકોટ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને ગિર સોમનાથના વિસ્‍તારોમાં હળવો મધ્‍યમ અને સીમિત સ્‍થળે ભારે વરસાદની સંભાવના, કાંઠા વિસ્‍તારમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે. પヘમિ સોૈરાષ્‍ટ્રના વિસ્‍તારોમાં હળવો મધ્‍યમ અને કચ્‍છ અખાત લાગુ સીમીત વિસ્‍તારોમાં ભારે વરસાદની સંભાવના પણ ગણાય. સોૈરાષ્‍ટ્રમાં વરસાદ બાબતે હજુ પણ મોડલોમાં મત મતાંતર છે. જેથી સોૈરાષ્‍ટ્રમાં ભારે વરસાદના વિસ્‍તારો સિસ્‍ટમના ટ્રફના લોકેશન આધારિત રહેશે. અમેરીકન મોડલ (જીએફએસ) સતત સોૈરાષ્‍ટ્ર માટે પોઝીટીવ છે જો તે મુજબ રહેશે તો સોૈરાષ્‍ટ્રમાં પણ આગામી ત્રણ દિવસ વરસાદના મોટા આંકડા આવી શકે. કચ્‍છમાં પૂર્વ કચ્‍છમાં મધ્‍યમથી ભારે અને પヘમિ કચ્‍છમાં હળવા મધ્‍યમ વરસાદની સંભાવના રહેલી છે.

વેધર બાય ગોૈરવ રાણીંગા

નોંધઃ તમામ માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે છે તમારા વ્‍યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ તરફથી આપવામાં આવતી અપડેટ ધ્‍યાને લેવી.

(3:24 PM IST)