<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

ગુજરાતમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 59 તાલુકાઓમાં વરસાદઃ અમરેલીના રાજુલામાં સૌથી વધુ બે કલાકમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો

નદી-નાળાઓમાં નવાનીર આવ્‍યાઃ લોકોને ગરમીથી મળી રાહત

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની મોસમનો પ્રારંભ થઈ ચૂક્યો છે, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-મધ્ય-દક્ષિણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં મોન્સૂન સિઝનનો સરેરાશ કુલ વરસાદ 15.26 ટકા નોંધાયો છે, આજે બપોરના 12 વાગ્યા સુધીમાં 59  તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 

 

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે, જેમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં જ રાજ્યના 59 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. આજના વરસાદમાં અમરેલીનું રાજુલા પંથક સૌથી વધુ પ્રભાવિત થયું છે, જ્યાં 2 કલાકના ટૂંકા ગાળામાં સાડા ત્રણ ઈંચ ખાબકતા કુલ 5.50  ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે રાજુલાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ સિવાય લીલીયામાં 2 ઈંચ અને ભાવનગરના મહુવામાં પણ 2 ઈંચ વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના આ આંકડા જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

 

ગુજરાતમાં છેલ્લા 2 કલાકમાં 23 તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેમાં ખાસ કરીને અમરેલી જિલ્લો પાણી-પાણી થઈ ગયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં નોંધાયો છે, જ્યાં માત્ર 2 કલાકમાં જ સાડા ત્રણ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ સિવાય અમરેલીના જ લીલીયા તાલુકામાં 2 ઈંચ અને ખાંભામાં દોઢ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. અચાનક શરૂ થયેલા આ વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે અને ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી છે.

(2:44 PM IST)