તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
રાજ્યના 52 તાલુકામાં વરસાદ વરસ્યો :ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સૌથી વધુ ૩ ઇંચ ખાબક્યો
કાલોલ અને ગોધરામાં અઢી ઇંચ , બોડેલી,પંચમહાલના મોરવા હડફ અને ઘોઘંબામાં 2 ઇંચ વરસાદ :અન્ય 16 તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાના આગમનને પગલે રાજ્યના 50 થી વધુ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં સૌથી વધુ ૩ ઇંચ વરસાદ પડ્યોછે
ગુજરાતમાં છેલ્લા કેટલાક કલાકો દરમિયાન રાજ્યના અલગ-અલગ ૫૨ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે કાલોલ અને ગોધરામાં અઢી ઇંચ , બોડેલી,પંચમહાલના મોરવા હડફ અને ઘોઘંબામાં 2 ઇંચ વરસાદ :અન્ય 16 તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે
ખેડા જિલ્લાના ગલતેશ્વરમાં અંદાજે 2.91 ઇંચ વરસાદ સાથે સૌથી વધુ વરસાદ પડ્યો હતો. પંચમહાલ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો, કાલોલ તાલુકામાં 2.52 ઇંચ, ગોધરામાં 2.48 ઇંચ, મોરવા હડફમાં 48 મીમી અને ઘોઘંબામાં 43 મીમી વરસાદ ખાબક્યો હતો.છોટાઉદેપુરના બોડેલીમાં પણ 2.2 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વડોદરાના દેસરમાં 33 મીમી અને નર્મદાના તિલકવાડામાં 25 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દાહોદ જિલ્લાના ફતેપુરા, દાહોદ શહેર અને ગોવિંદ ગુરુ લીમડી જેવા તાલુકાઓમાં 24-24 મીમી વરસાદ નોંધાયો હતો. સુરતના કામરેજમાં 20 મીમી, મહીસાગરના સંતરામપુરમાં 19 મીમી અને નવસારીના ગણદેવીમાં 7 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગરના વલ્લભીપુર અને શિહોર તેમજ વલસાડ પંથકમાં પણ હળવો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
