<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

રાજ્યના 31 તાલુકામાં વરસાદ : નડિયાદમાં 2 કલાકમાં 2 ઇંચ ખાબક્યો :વડાલી સહિતના અનેક તાલુકામાં એક ઇંચ વરસાદ

નડિયાદ પંથકમાં ૨ ઇંચ વરસાદ પડવાને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાયા

રાજ્યના ૩૧ તાલુકાઓમાં મેઘરાજાએ મહેર કરી છે, જેમાં સૌથી વધુ નડિયાદમાં ૨ ઇંચ (આશરે ૫૦ મિમી) વરસાદ નોંધાયો છે. આ વરસાદી માહોલથી ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે, સાથે જ ખેતીલાયક વાતાવરણ સર્જાયું છે 

નડિયાદ પંથકમાં ૨ ઇંચ વરસાદ પડવાને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાયા હતા 

ખેડા અને આણંદ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાં પડ્યા છે 

મહીસાગરના  બાલાસિનોરમાં સૌથી વધુ 5.79 ઇંચ વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના  ભીલોડામાં 2.95 ઇંચ, મહેસાણાના સલતાસણામાં 2.87 ઇંચ, અરવલ્લીના ધનસુરામાં 2.60 ઇંચ, ખેડાના ગળતેશ્વમાં 2.24 ઇંચ, ખેડાના કપડવંજમાં 2.17 ઇંચ, પંચમહાલના ઘોઘંબામાં 2.05 ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 2.01 ઇંચ વરસાદ પડ્યો હતો.

(7:55 PM IST)