તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 220 તાલુકામાં વરસાદ:સૌથી વધુ સુરતના અંબિકા તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર
તાપીના ડોલવણમાં 15 ઇંચ અને નવસારીના વાંસદામાં 14 ઇંચ વરસાદ પડ્યો. SDRF ટીમો સજ્જ રખાઈ

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 31 જુલાઈએ સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 220 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ સુરતના અંબિકા તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર છે. તાપીના ડોલવણમાં 15 ઇંચ અને નવસારીના વાંસદામાં 14 ઇંચ વરસાદ પડ્યો. SDRF ટીમો સજ્જ રખાઈ છે.
ચોમાસાની આ ઋતુમાં દક્ષિણ ગુજરાત પર મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ વરસાદી આંકડા અનુસાર, 31 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 220 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તેમજ તાપીના ડોલવણમાં 15 ઇંચ, નવસારીના વાંસદામાં 14 ઇંચ સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ વરસવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે.
દક્ષિણ ગુજરાત સિવાય મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પણ સવારના સમયે આફતનો વરસાદ વરસ્યો હતો. ખેડાના વાસો તાલુકામાં 12.52 ઇંચ, નડિયાદ તાલુકામાં 10.94 ઇંચ, ડાંગના સુબીરમાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
