તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
બપોરે 12 વાગ્યા સુધીમાં રાજયના 210 તાલુકામાં વરસાદ:સૌથી વધુ બોરસદમાં 5.2 ઇંચ ખાબક્યો
ધોળકામાં 4 ઇંચ, કરજણમાં 3.8 ઇંચ, ગોધરામાં 3.4 ઇંચ વરસાદ ખાબક્યો. જુઓ જિલ્લાવાર લિસ્ટ.

અમદાવાદ :ગુજરાતમાં આજે સવારથી મેઘરાજાએ ધોધમાર જમાવટ બોલાવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગહી અનુરુપ જ આજે સવારથી મધ્યમથી ભારે વરસાદ મોટાભાગના જિલ્લાઓમાં વરસી રહ્યો છે. ત્યારે સ્ટેટ ઇમજરન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જારી કરવામાં આવેલા લેટેસ્ટ આંકડાઓ અનુસાર, સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 210 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 5.2 ઇંચ વરસાદ બોરસદ તાલુકામાં નોંધાયો છે. આ ઉપરાંત ધોળકામાં 4 ઇંચ, કરજણમાં 3.8 ઇંચ, ગોધરામાં 3.4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 210 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી તાલુકામાં 20 તાલુકામાં 2થી 6 ઇંચ સધી વરસાદ વરસ્યો છે. અહીં કયા તાલુકામાં 2થી 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે .
છેલ્લા બે કલાકમાં એટલે કે સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 148 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં હિંમતનગરમાં 2 ઇંચ, બાયડમા 2 ઇંચ, રાજુલામાં 1.8 ઇંચ, વિજાપુરમાં 1.7 ઇંચ વરસાદ નોંધાયો છે.
આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 210 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. અહીં નીચે ગુજરાત રાજ્યના કયા જિલ્લાના કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો તેની વિગતો આપવામાં આવી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
