<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

વિરમગામ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ :નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

માંડલ નગરમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા: વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ઉત્સાહ

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાએ ગાજવીજ સાથે મહેર વરસાવી છે. લાંબા સમયની પ્રતિક્ષા બાદ થયેલા આ વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, તો બીજી તરફ માંડલ નગરમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. આ વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહેલા અન્નદાતાઓમાં આ સિઝનના સારા વરસાદની આશા બંધાઈ છે અને આગામી સમયમાં વાવણીની કામગીરી વેગવંતી બનશે તેવો વિશ્વાસ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

(10:25 PM IST)