<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

ગાંધીનગરના કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ : કલોલમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

કલોલના ગુરુકુળ, બળિયા દેવ મંદિર અને પંચવટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું:સુદર્શન ચોકડી, કોબ્રા સર્કલ અને ટાવર ચોક સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા: મટવા કૂવા, કવિતા સર્કલ અને વખારિયા ચોકડી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ

ગાંધીનગરના કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણીના યોગ્ય નિકાલની કામગીરીના અભાવે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કલોલના ગુરુકુળ, બળિયા દેવ મંદિર અને પંચવટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું હતું. આ ઉપરાંત સુદર્શન ચોકડી, કોબ્રા સર્કલ અને ટાવર ચોક સહિતના વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર થઈ હતી.

શહેરના મટવા કૂવા, કવિતા સર્કલ અને વખારિયા ચોકડી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક સ્થળોએ પાણી રસ્તા પર ફરી વળતાં રોડ-રસ્તા બંધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.

સ્થાનિકોમાં ચર્ચા છે કે, વરસાદ પહેલાં ડ્રેનેજની યોગ્ય સફાઈ અને પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી કરવામાં આવી હોત તો આવી સ્થિતિ ટાળી શકાઈ હોત. વારંવાર પાણી ભરાતા ડ્રેનેજ સફાઈ અને રોડ-રસ્તાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

 

(2:01 PM IST)