તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
વાવ થરાદ જિલ્લામાં અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો : ભાકડીયાલ ગામમાં ભારે પવનથી લગ્નનો મંડપ ધરાશાયી
લાખણી, રાહ, દિયોદર અને થરાદ તાલુકામાં મેઘમહેર: થરાદના નારોલી, પિલુડા અને માંગરોળમાં ભારે પવન સાથે વરસાદ:લાખણીના માણકી, કુડા, આગથળા અને ભાકડીયાલ સહિત ગામોમાં વરસાદ વરસ્યો

વાવ થરાદ જિલ્લામાં અનેક તાલુકાઓમાં વરસાદનું આગમન થયું છે. લાખણી, રાહ, દિયોદર અને થરાદ તાલુકામાં મેઘમહેર થવા પામી છે. થરાદના નારોલી, પિલુડા અને માંગરોળમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. લાખણીના માણકી, કુડા, આગથળા અને ભાકડીયાલ સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. ભાકડીયાલ ગામમાં ભારે પવનથી લગ્નનો મંડપ ધરાશાયી થયો હતો . દીયોદરમાં દિવસે પણ અંધારું છવાયું હતું અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓથી વરસાદ સાથે ફૂંકાયેલા તેજ પવનથી ગરમીમાંથી લોકોને રાહત મળી છે . વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ.છવાયો છે
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
